ઉઝબેકિસ્તાનઃ એશિયન યૂથ-જૂનિયર વેઈટલિફ્ટીંગ ચેમ્પીયનશીપમાં ભારતનો દબદબો
Live TV
-
ભારતે ઉઝબેકિસ્તાનમાં ચાલી રહેલી એશિયન યૂથ અને જૂનિયર વેઈટલિફ્ટીંગ ચેમ્પીયનશીપમાં પાંચ રજત અને છ કાંસ્ય ચંદ્રક મેળવ્યા - 45 કિલોવર્ગમાં કેવીએલ પવની કુમારીએ યૂથ ગર્લ્સ અને જૂનિયર મહિલા વર્ગમાં જીત્યો રજત ચંદ્રક.
ભારતે ઉઝબેકિસ્તાનમાં ચાલી રહેલી એશિયન યૂથ અને જુનિયર વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ પાંચ રજત અને 6 કાંસ્ય પદક જીતવામાં સફળતા મેળવી છે. 45 કિલોવર્ગમાં કેવીએલ પવનીકુમારીએ યૂથ ગર્લ્સ અને જુનિયર મહિલાવર્ગમાં રજત પદક જીત્યો હતો જ્યારે સંથાન ગોગોઈએ 61 કિલોગ્રામમાં યૂથ બોયઝ અને જુનિયર પુરુષવર્ગમાં રજતપદક પોતાના નામે કર્યો હતો.
39 કિલો વર્ગમાં મુકુન્દ આહિરે યૂથ બોયઝ વર્ગમાં રજત જીત્ચો જ્યારે 45 કિલો વર્ગમાં હર્ષદા ગોડે બે કાંસ્યપદક જીત્યા હતા.આ ટુર્નામેન્ટમાં 20 એશિયાયી દેશોના 197 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે.
