Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં ભારતનું જોરદાર પ્રદર્શન યથાવત, કુલ 95 મેડલ ભારતના ફાળે

Live TV

X
  • ચીનમાં ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ભારતનું જોરદાર પ્રદર્શન યથાવત્ છે. ભારતે અત્યાર સુધી 22 ગોલ્ડ, 34 સિલ્વર અને 39 બ્રોન્ઝ મળી કુલ 95 મેડલ પોતાના નામે કર્યા છે. ત્યારે આજે ભારતીય પુરૂષ હૉકી ટીમે જાપાનને 5-1થી હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ સાથે જ ભારત પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વાલિફાય થઈ ગયું છે. જ્યારે ભારતીય પહેલવાન સોનમ મલિકે 62 કિલો ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. તો આર્ચરીમાં ભારતી પુરૂષ રિકર્વ ટીમે સિલ્વર મેડલ અને સેપકટકરૉમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ઉપરાંત એચ. એસ. પ્રણોયે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

    આ તરફ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એટલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ ગોલ્ડ મેડલ માટે રમાશે. તો ભારતીય પુરૂષ કબડ્ડી ટીમે પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply