Asian Games Updates...
Live TV
-
એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 87 મેડલમાં 21 ગોલ્ડ, 32 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ ભારતે અત્યાર સુધી જીત્યા છે.
એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારત કુલ 87 મેડલ સાથે યાદીમાં ચોથા સ્થાને છે. જેમાં 21 ગોલ્ડ, 32 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલ ભારતે અત્યાર સુધી જીત્યા છે. ગઈકાલે Asian Games 2022 માં ભારતને મહિલા રેસલિંગમાં પહેલો મેડલ અપાવ્યો. અંતિમ પંઘાલે મંગોલિયાની વર્લ્ડ ચેમ્પિયન બેટ-ઓચિર બોલોર્તુયાને 3-1થી હરાવીને મેડલ પોતાના નામે કર્યો હતો. સ્ક્વોશ મેન્સ સિંગલ્સમાં સૌરવ ઘોષાલે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.
આજે 13 મોં દિવસ પણ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. રિકર્વ મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય તીરંદાજીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં વિયેતનામને 6-2થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સની સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત તરફથી તિલક વર્માએ ઝંઝાવાતી અડધી સદી ફટકારી હતી. હવે આ સ્પર્ધામાં ફાઇનલમાં ભારતની ટક્કર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચની વિજેતા ટીમ સામે થશે.
ભારતની મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતા નેપાળને 61-17થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ શનિવારે ફાઈનલ મેચ માટે મેદાનમાં ઉતરશે. બીજી સેમિફાઇનલ મેચ ઈરાન અને ચીની તાઈપેઈ વચ્ચે રમાવાની છે. આમાં જે ટીમ જીતશે તે ફાઈનલમાં ભારતનો સામનો કરશે
આ સિવાય આજે ભારતીય ખેલાડીઓ કુસ્તી, તીરંદાજી સહિતની ઘણી રમતો માટે મેદાનમાં ઉતરશે. ભારતની પુરૂષ કબડ્ડી ટીમ પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમશે. કુસ્તીમાં ભારત તરફથી અમન સેહરાવત અને બજરંગ પુનિયા રિંગમાં હશે. મહિલાઓની ફ્રી સ્ટાઇલમાં સોનમ મલિક અને રાધિકા રિંગમાં ઉતરશે.
