Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, ભારતે આજે એક ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો

Live TV

X
  • ભારતે અત્યાર સુધીમાં 71 મેડલ જીત્યા.

    એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીનું સૌથી સફળ પ્રદર્શન કર્યું છે. જેમાં  આજે  એક  ગોલ્ડ અને એક કાંસ્ય પદક મેળવીને વર્ષ 2018ના જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સના 70 મેડલ જીતવાના રેકોર્ડ તોડીને ભારતે આ વર્ષે 71 મેડલ જીત્યા છે. જેમાં 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 29 કાંસ્ય મેડલ સાથે અત્યાર સુધીમાં 71 મેડલ જીત્યા છે. તીરંદાજીમાં ભારતીય જોડીએ દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું.  આજે 35 કિલોમીટરની ચાલવાની સ્પર્ધામાં મંજુ રાની અને રામબાબુએ મેડલ અપાવ્યો હતો. મંગળવારે ભારતને વધુ બે ગોલ્ડ મેડલ મળ્યા હતા.  જેવેલિન  થ્રોની સાથે અનુરાનીએ ભારતને આ ગોલ્ડ અપાવ્યો હતો. આ પહેલા પારુલ ચૌધરીએ 5 હજાર મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય બોક્સર લોવલિના બોર્ગોહેને મંગળવારે એશિયન ગેમ્સની સેમી ફાઇનલમાં થાઇલેન્ડની બાઇસન માને-કોનને 5-0થી હરાવીને 75 કિગ્રા વર્ગની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply