Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, 81 મેડલ સાથે ભારત ચોથા ક્રમે

Live TV

X
  • એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ અત્યાર સુધીનું સૌથી સફળ પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં 18 ગોલ્ડ, 31 સિલ્વર અને 32 કાંસ્ય સહિત કુલ 81 મેડલ હાંસલ કર્યા છે. 81 મેડલ સાથે ભારત આ વર્ષે એશિયન ગેમ્સમાં ચોથા ક્રમે પહોંચ્યું છે.  ભારતની આજની મુખ્ય ઉપલબ્ધિઓની વાત કરીએ તો, નીરજ ચોપરાએ ભાલફેંકમાં ગોલ્ડ જીત્યો છે. 

    ભારતે તીરંદાજી મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, ભારતીય બોક્સર લોવલિના બોર્ગોહેને 75 કિગ્રા વર્ગમાં સિલ્વર જીત્યો છે. તો ભારતની પુરુષ હોકી ટીમે દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતના સુનિલ કુમારે પુરુષોની ગ્રીકો-રોમન 87 કિગ્રા બ્રોન્ઝ મેડલ મેચમાં કિર્ગિસ્તાનના અતાબેક અઝીસબેકોવને હરાવ્યો છે. 

    હરમિલન બેન્સે મહિલાઓની 800 મીટરમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતના અવિનાશ સાબલે 5000 મીટરની ફાઇનલમાં બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply