આજથી ICC વર્લ્ડકપનો પ્રારંભ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે પહેલી મેચ
Live TV
-
સ્પર્ધાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે.
ICC વર્લ્ડકપનો આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ મેદાન પર આરંભ થશે. સ્પર્ધાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે ઉદ્દઘાટન સમારંભ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. ભારત સ્પર્ધાની પહેલી મેચમાં આગામી 8મી ઓકટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. તમામ ટીમ ભારત પહોંચી ગઈ શકે છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), શ્રેયસ ઐય્યર, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે.એલ.રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ શામેલ છે. ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમાશે.
11 ઓક્ટોબર: ભારત vs અફઘાનિસ્તાન, દિલ્હી
14 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન, અમદાવાદ
19 ઓક્ટોબર: ભારત vs બાંગ્લાદેશ, પુણે
22 ઓક્ટોબર: ભારત vs ન્યુઝીલેન્ડ, ધર્મશાળા
29 ઓક્ટોબર: ભારત vs ઈંગ્લેન્ડ, લખનૌ
2 નવેમ્બર: ભારત vs શ્રીલંકા, મુંબઈ
5 નવેમ્બર: ભારત vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા
12 નવેમ્બર: ભારત vs નેધરલેન્ડ, બેંગલુરુ
