Skip to main content
Settings Settings for Dark

ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જેવલિન થ્રોમાં નિરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો

Live TV

X
  • ગઈકાલે ભારતને 3 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર તથા 04 બ્રોન્ચ મેડલ મળ્યાં હતા.

    ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સનો આજે 12મો દિવસ છે. ગઈકાલે ભારતને 3 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર તથા 04 બ્રોન્ચ મેડલ મળ્યાં હતા. જેમાં જેવલિન થ્રોમાં નિરજ ચોપરાએ ગોલ્ડ મેડલ અને કિશોર કુમાર જેનાએ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે કુલ 18 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર મેડલ અને 32 બ્રોન્ઝ મેડલ એમ કુલ 81 મેડલ જીત્યા છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારતના ઐતિહાસિક પ્રદર્શન બદલ ટ્વિટર પર રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ ક્ષણને સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એશિયન ગેમ્સમાં ભારત અગાઉ કરતાં વધારે ચમક્યું છે!

    તીરંદાજી કમ્પાઉન્ડમાં જ્યોતિ સુરેખા વેન્નમ અને ઓજસ દેવતાલેની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. બોક્સિંગમાં લવલીના બોરગોહાઈને સિલ્વર મેડલ અને પરવીન હુડ્ડાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કુશ્તીમાં સુનિલ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં અનાહત સિંહ અને અભય સિંહની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply