એશિયા કપની પાંચમી મેચમાં આજે ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો
Live TV
-
એશિયા કપની પાંચમી મેચમાં આજે ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો, આજે બપોરે 3:00 વાગ્યાથી મેચ રમાશે
શ્રીલંકાના પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાશે. આજે બપોરે 3:00 વાગ્યાથી મેચ રમાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ થયા બાદ આજે ભારતની ટીમ નેપાળ સામે ટકરાશે. ભારત અને નેપાળ વન ડે ફોર્મેટમાં પ્રથમવાર સામસામે હશે. નેપાળને તેની પહેલી મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રુપ એ માં ભારત-પાકિસ્તાન અને નેપાળની ટીમ અને ગ્રુપ- બી માં બાંગ્લાદેશ અફગાનિસ્તાન અને શ્રીલંકા છે.
