Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં સતત બીજી મેચ જીતીને ભારત સુપર 4માં પહોંચ્યું

Live TV

X
  • ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટે 192 રન બનાવ્યા હતા.

    એશિયા કપ ટી-20 ક્રિકેટમાં ભારતે હોંગકોંગને 40 રને હરાવ્યું છે. બુધવારે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટે 192 રન બનાવ્યા હતા. જેમાં સૂર્યકુમાર યાદવે 68 રન અને વિરાટ કોહલીએ 59 રન બનાવ્યા હતા. હોંગકોંગ તરફથી આયુષ શુકલા અને મોહમદ ધઝાનફરે 1-1 વિકેટ લીધી હતી.  હોંગકોંગે 20 ઓવરમાં પાંચ વિકેટે 152 રન જ કરતા તેનો પરાજય થયો હતો. હોંગકોંગ તરફથી બાબર હયાતે 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંઘ, રવિન્દ્ર જાડેજા અને અવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી. સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો હતો. સતત બીજી મેચ જીતીને ભારત એશિયા કપમાં સુપર 4માં પહોંચ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply