Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ ટી-20 મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું

Live TV

X
  • એશિયા કપ ટી-20માં  ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ યોજાઈ હતી.ઇન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી.પાકિસ્તાનની ટીમ 147 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ. તેના જવાબમાં ભારતીય ટીમે પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 148 રનના લક્ષ્યને 19.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. હાર્દિક પંડ્યાએ 33 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી અને ત્રણ વિકેટ ઝડપી હતી.રવિન્દ્ર જાડેજાએ પણ 29 બોલમાં 35 રન બનાવ્યા હતા.કોહલીનું પણ ટીમમાં પ્રદર્શન સારું હતું. કે.એલ. રાહુલ પહેલી જ ઓવરમાં રન બનાવ્યા વગર આઉટ થઇ ગયો હતો.હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સામેની મેચમાં જીત બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા. 
    ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે; ભારતીય ક્રિકેટ ટીમે આજની મેચમાં શાનદાર ઓલરાઉન્ડ દેખાવ કર્યો.ટીમે ઉત્કૃષ્ટ કૌશલ્ય અને દ્રઢતા દર્શાવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply