એશિયા કપ 2023 : ભારતની સુપર-4માં આજે શ્રીલંકા સામે ટક્કર
Live TV
-
ભારત શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ મેચ એશિયા કપ 2023 કોલંબોનાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સુપર 4 મેચમાં શ્રીલંકા સામે ભારતે 21.5 ઓવરમાં 3 વિકેટે 116 રન બનાવ્યા. આ પહેલા ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ODI ક્રિકેટમાં 10,000 રનનો આંકડો વટાવીને એક નવી સિદ્ધિ નોંધાવી છે. રોહિત આ સિદ્ધિ હાંસલ કરનાર બીજા નંબરનો સૌથી ઝડપી ભારતીય બન્યો, જ્યારે વિરાટ કોહલી આ ચાર્ટમાં આગળ છે.
11 સપ્ટેમ્બરે રિઝર્વ ડે પર ભારત-પાકિસ્તાનના મુકાબલામાં રાહુલ અને કોહલીએ પાકિસ્તાની બોલરોને મોટી ટક્કર આપી હતી. રાહુલે 106 બોલમાં 111 અને કોહલીએ 94 બોલમાં 122 રન બનાવ્યા હતા. બંનેએ 194 બોલમાં 233 રનની ભાગીદારી કરી હતી અને ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને મેચ જીતવા માટે 357 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આખી ટીમ 32 ઓવરમાં આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી. ટીમના બે, હારીસ રઉફ અને નસીમ શાહ ઈજાના કારણે બેટિંગ કરવા માટે રમવા આવ્યા ન હતા.
ગઈકાલની મેચમાં મળેલી 228 રનની હાર એશિયા કપમાં પાકિસ્તાનની સૌથી મોટી હાર હતી. આ પહેલા ટીમને 2008માં કરાચીમાં શ્રીલંકાએ 64 રનથી હરાવ્યું હતું. એશિયા કપમાં ભારતની સૌથી મોટી જીત પાકિસ્તાન સામે 1984માં મળી હતી. શારજાહમાં ટીમે પાકિસ્તાનને 54 રને હરાવ્યું હતું. ભારતે ફાઇનલમાં સ્થાન બનવવા માટે શ્રીલંકાને હરાવવું પડશે, કારણ કે વરસાદને કારણે દરેક મેચ સાથે સુપર 4ના સમીકરણો બદલાઈ રહ્યા છે અને તેથી હાર ટીમની મુશ્કેલીઓ વધારી શકે છે. શ્રીલંકા 2023 એશિયા કપમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેણે તેની ત્રણેય મેચ જીતી છે. શ્રીલંકાએ સુપર 4માં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પછી બાંગ્લાદેશને હરાવ્યું હતું.
