એશિયા કપ 2023: પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય, વિરાટ અને રાહુલની સદી
Live TV
-
એશિયા કપના સુપર-4ના મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 229 રનથી હરાવ્યું હતું.
એશિયા કપના સુપર-4ના મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું.
મેચના પ્રથમ દિવસે ભારતે 24.1 ઓવરમાં 147 રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદ પડતાં મેચ રિઝર્વ ડેના દિવસે ફરીથી શરુ થઈ હતી. જેમાં ભારતીય ટીમે વિરાટ કોહલી અને કે.એલ રાહુલના શતકની મદદથી 50 ઓવરના અંતે 356 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 94 બોલમાં અણનમ 122 રન જ્યારે કે.એલ રાહુલે 111 રનનું યોગદાન આપ્યું હતું.
357 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરુઆત ખરાબ રહી હતી. ભારતીય બોલરો સામે પાકિસ્તાનની ટીમ સમયાંતરે વિકેટો ગુમાવતી રહી હતી. જેમાં કુલદીપ યાદવે કુલ 5 પાકિસ્તાનની બેટ્સમેનને આઉટ કરી તરખાટ મચાવ્યો હતો. આ સાથે બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે પણ 1-1 વિકેટ ઝડપી હતી. આમ પાકિસ્તાનની ટીમ 8 વિકેટ ગુમાવીને કુલ 128 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનના બોલર નસીમ શાહ અને હરિસ રઉફ ઈજાના કારણે બેટિંગ કરી શક્યા નહોતા.
