ઓલિમ્પિયન સી.એ.ભવાની દેવીએ રચ્યો ઇતિહાસ
Live TV
-
એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે પ્રથમ વખત મેડલ (બ્રોન્ઝ) જીત્યો
ચીનના વુક્સીમાં એશિયાઈ તલવારબાજી ચેમ્પિયનશિપની મહિલા સ્પર્ધાની સેમિફાઈનલમાં પહોંચી આ સ્પર્ધામાં ભારત માટે પહેલો મેડલ પાક્કો કરીને ઈતિહાસ રચ્યો છે. ભવાની દેવીએ ક્વાર્ટર ફાઈનલમાં હાલની વર્લ્ડ ચેમ્પિયન જાપાનની મિસાકી એમુરાને 15-10ના સ્કોરથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
તે સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય તલવારબાજ બની હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ભવાની દેવીને અભિનંદન આપ્યા હતા..તો, ફેન્સિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી-જનરલ રાજીવ મહેતાએ ભવાનીને તેની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
