કોમન વેલ્થ ગેમ્સમાં જૂડોમાં ગુજરાતના અજય મિસ્ત્રીની પસંદગી
Live TV
-
કોમન વેલ્થ ગેમ્સના સિલેક્શનમા દેશભરમાંથી 35 થી વધુ સ્પર્ધકો ભાગ લેવા આવ્યા હતા. ત્યારે તમામને પરાસ્ત કરી અજયે આ સિદ્ધિ મેળવી છે.
રાજય સરકારના ખેલ મહાકુંભના કારણે રાજ્યના ખૂણે ખૂણેથી રમતવીરોનું કૌશલ બહાર આવી રહ્યું છે. આજ કડીમાં નવસારીનો 22 વર્ષીય અજય મિસ્ત્રી જૂડો ખેલાડી છે. જે શાળા તેમજ ખેલમહાકુંભમાં રાજ્ય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરી સુવર્ણ પદક મેળવી ચુક્યો છે. તેની આ સિદ્ધિઓના ફલરૂપે અજયનું કોમન વેલ્થ ગેમ્સ માટે સિલેકશન થયું છે. કોમન વેલ્થ ગેમ્સના સિલેક્શનમા દેશભરમાંથી 35 થી વધુ સ્પર્ધકો ભાગ લેવા આવ્યા હતા. ત્યારે તમામને પરાસ્ત કરી અજયે આ સિદ્ધિ મેળવી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાંથી ડાંગના પવન વેગી અને સરિતા ગાયકવાડે દુનિયાભરમાં રાજ્યનું નામ રોશન કર્યુ છે. ત્યારે હવે નવસારીવાસીએ અને તેના સ્નેહીજનો અજય લંડનમાં યોજાનારી કોમન વેલ્થ ગેમ્સમાં દેશને ગૌરવ અપાવે તેવી આશા કરી રહ્યાં છે.
