Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈને અર્જુન એવોર્ડ મળશે

Live TV

X
  • કુલ 19 ખેલાડીઓને અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયા

    પેરા એથલિટ દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને દેશનું સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને ગુજરાતનું ગૌરવ એવા રવિન્દ્ર જાડેજા અને ટેબલ ટેનિસ રમતના ખેલાડી હરમિત દેસાઈને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલા ક્રિકેટર પુનમ યાદવ સહિત અન્ય 16 ખેલાડીઓને અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ, 156 વન-ડે અને 42 T-20 મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાં જ જાડેજાએ વર્લ્ડકપ 2019ની સેમિફાઈનલમાં 59 બોલમાં 77 રનની ઈનિંગ રમી હતી. રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ સન્માન આપવામાં આવે છે. તેના માટે અલગ-અલગ રમતના બોર્ડ દ્વારા રમત-ગમત મંત્રાલયને ખેલાડીઓના નામ મોકલવામાં આવે છે. તેમાંથી વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાનાર ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply