પીપલોદ સ્થિત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમને ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડનો દરજ્જો
Live TV
-
સુરતના પીપલોદ સ્થિત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમને ,બીસીસીઆઈ દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડનો દરજ્જો અપાયો છે. સાથે જ મહિલા ક્રિકેટ મેચને પણ લીલીઝંડી આપી છે, જેને કારણે સુરતીલાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
હવે આ સ્ટેડિયમ પર ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે, પાંચ ટી-ટવેન્ટી મેચ યોજાશે. ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ 16મી સપ્ટેમ્બરના રોજ સુરત આવશે અને ત્યારબાદ બે પ્રેક્ટિસ મેચ રમીને 25મી સપ્ટેમ્બરથી પાંચ ટી-ટવેન્ટી મેચ રમશે.
આ મેચ 25, 27 અને 30 સપ્ટેમ્બર ,અને 3જી તથા 5મી ઓકટોબરના રોજ રમાશે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ,પહેલી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ સીરિઝની યજમાની કરશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાહુલ દ્રવિડે આ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તે ગ્રાઉન્ડના સ્ટાન્ડર્ડથી પ્રભાવિત થયો હતો. લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં 8હજાર લોકો મેચનો લુફ્ત ઉઠાવી શકે છે તેમજ કામચલાઉ રીતે બેઠક ક્ષમતા 20હજાર પણ કરી શકાય છે.
