Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ધર્મશાળામાં ભારત અને ન્યુઝીલેન્ડ સામ સામે ટકરાશે

Live TV

X
  • ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ધર્મશાળામાં ભારત અને ન્યુઝીલેન્ડ સામ સામે ટકરાશે, ગઇકાલે રમાયેલી મેચમાં શ્રીલંકાએ નેધરલેન્ડને હરાવ્યું,જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 229 રનથી આપી માત

    શનિવારે મુંબઈના વાનખેડે મેદાન પર રમાયેલી ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની મેચમાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 399 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ 22 ઓવરમાં 170 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વન-ડે મેચમાં ઈંગ્લેન્ડની આ મોટી હાર છે. 

    શનિવારે રમાયેલી મેચમાં શ્રીલંકાએ નેધરલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાની આ  વર્લ્ડ કપ 2023માં પ્રથમ જીત છે. લખનઉના એકાના સ્ટેડિયમમાં નેધરલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. નેધરલેન્ડની ટીમે 49.4 ઓવરમાં 262 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તો શ્રીલંકાએ 48.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 263 રન બનાવી લક્ષ્ય હાંસિલ કર્યો હતો. 

    ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ધર્મશાળામાં ભારત અને ન્યુઝીલેન્ડ સામ સામે ટકરાશે. આ હાઈવોલ્ટેજ મેચનું આયોજન ધર્મશાળામાં કરવામાં આવ્યું છે. ભારતીય ટીમ પોતાની ચારેય મેચમાં જીતની સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે ન્યૂઝીલેન્ડ પણ પોતાની ચારેય મેચની જીત બાદ પોઈન્ટ ટેબલમાં નેટ રનરેટના આધારે પહેલા ક્રમાંકે છે. અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 116 આંતરરાષ્ટ્રીય એક દિવસીય મેચ રમાઈ ગઈ છે. જેમાં 50 મેચમાં ન્યૂઝિલેન્ડે બાજી મારી છે. તો વળી 58 મેચમાં ભારતે જીત મેળવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply