ધર્મશાળામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ શરૂ, ન્યુઝીલેન્ડની ટીમ કરી રહી છે બેટીંગ
Live TV
-
ભારતીય ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે આજે તેની પાંચમી મેચ રમશે. બંને ટીમો ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. આજની આ મેચ પર બધાની નજર છે. ભારત અને ન્યુઝીલેન્ડ જ એવી બે ટીમો છે જે આ વખતે એક પણ મેચ હારી નથી.
ગઈકાલે રમાયેલ બે મેચની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટે 399 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 22 ઓવરમાં માત્ર 170 રન જ બનાવી શકી હતી. ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ટીમની આ સતત ત્રીજી હાર છે...તો, અન્ય મેંચમાં શ્રીલંકાએ નેધરલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું.. આ રીતે શ્રીલંકાની ટીમને વર્લ્ડ કપ 2023માં પહેલી જીત મળી છે. શ્રીલંકાને 263 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકાની ટીમે 48.2 ઓવરમાં 5 વિકેટે 263 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
