વર્લ્ડ કપમાં 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારતની ઐતિહાસિક જીત
Live TV
-
વર્લ્ડ કપમાં 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારતની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને પહોંચી પોઈન્ટમાં પહેલા નંબરે
ગઈકાલે ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયા એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ભારતીય ટીમના ઓપનર્સે સારી શરુઆત કરી હતી. વિરાટ કોહલીએ 95 રન બનાવીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તો મોહમ્મદ શામીએ 5 વિકેટ લીધી હતી. ભારતે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટથી જીત મેળવી હતી. વર્લ્ડ કપમાં 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારતે ઐતિહાસિક જીત મેળવી છે.
મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 273 રન બનાવ્યા હતા. જેમાં ડેરીલ મિશેલે સૌથી વધુ 130 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તો ભારતીય ટીમ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.
