ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ગુજરાતે મેળવ્યા કુલ 52 મેડલ
Live TV
-
ગુવાહાટીમાં યોજાયેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ 16 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 કાસ્ય પદક સાથે કુલ 52 મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્વિમિંગમાં સુરતની સ્વિમર કલ્યાણી સકસેનાએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. 20 સ્પર્ધાઓ માટે યોજાયેલી સ્પર્ધામાં સ્વિમિંગમાં ગુજરાતની યુવતીએ ગોલ્ડ મેડલ જીતતા શુભેચ્છાઓનો વરસાદ સ્પર્ધક પર શરૂ થયો છે. જ્યારે મહેસાણા તાલુકાના હરદેસણ ગામની દષ્ટિબેન ચૌધરીએ ખેલો ઈન્ડિયા-2020માં હજાર મીટર અને પંદર સો મીટર દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ બીજો ક્રમ મેળવ્યો હતો. ટોપટેન રાજ્યોમાં ગુજરાતે 9મો ક્રમ મેળવ્યો હતો. જ્યારે 78 ગોલ્ડ સાથે કુલ 256 મેડલ જીતીને મહારાષ્ટ્રના ખેલાડીઓ દેશભરમાં અવલ્લ રહ્યા હતાં.આ સાથે કુલ 200 મેડલ જીતીને હરિયાણા બીજા ક્રમાંકે અને 122 મેડલ સાથે દિલ્હીના ખેલાડીઓ ત્રીજા ક્રમે રહ્યા હતા.
