ગોવામાં ચાલી રહેલા રાષ્ટ્રીય ખેલમાં આજે હોકી, બોક્સિગ સહિત અન્ય સ્પર્ધામાં ખેલાડીઓ બતાવશે દમ
Live TV
-
ગોવામાં ચાલી રહેલા રાષ્ટ્રીય ખેલમાં આજે હોકી, બોક્સિગ સહિત અન્ય સ્પર્ધામાં ખેલાડીઓ બતાવશે દમ
ગોવામાં રમાઈ રહેલી 37મી નેશનલ ગેમ્સમાં 56 ગોલ્ડ સહિત 142 મેડલ સાથે મહારાષ્ટ્ર ટોચ પર છે. સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ 32 ગોલ્ડ સહિત 55 મેડલ સાથે બીજા ક્રમે પહોંચી ગયું છે. હરિયાણા 24 ગોલ્ડ સહિત 65 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. જયારે ગુજરાતે 3 ગોલ્ડ , એક સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. આ ગેમ્સ ગોવામાં 28 સ્થળોએ યોજાઈ રહી છે. આજે બીચ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ ગોવા સામે કેરળની જીત સાથે સમાપ્ત થઈ. દિલ્હીના તેજસ્વિન શંકરે પુરુષોની ડેકાથલોન ઈવેન્ટમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. સર્વિસીસના રોહિત રોમન સિલ્વર મેડલ જીત્યો હતો. કેરળની આંસી સોજને મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. હરિયાણાની શિલ્પા રાનીએ મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો.
