Skip to main content
Settings Settings for Dark

વન ડે વિશ્વકપ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ 190 રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું

Live TV

X
  • પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની 32મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ 190 રનથી ન્યૂઝીલેન્ડને હરાવીને મોટી જીત હાંસલ કરી.

    પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની 32મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ 190 રનથી ન્યૂઝીલેન્ડને હરાવીને મોટી જીત હાંસલ કરી. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. તો સામે ન્યૂઝીલેન્ડની ટીમ 35.3 ઓવરમાં 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં છઠ્ઠી જીત નોંધાવી હતી. આ જીત સાથે આફ્રિકન ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. હવે તેના 12 પોઈન્ટ છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડની આ ત્રીજી હાર છે. તો હવે 4 નવેમ્બરે ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન અને 9 નવેમ્બરે શ્રીલંકા સામે ટકરાશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા 5 નવેમ્બરે ભારત અને 10 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે છેલ્લી બે મેચ રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply