Skip to main content
Settings Settings for Dark

નેશનલ ગેમ્સ: મહારાષ્ટ્રની ટીમે મહિલા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો

Live TV

X
  • ગોવામાં 37મી નેશનલ ગેમ્સમાં ગઈકાલે મહારાષ્ટ્રની ટીમે મહિલા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરિયાણાએ સિલ્વર અને પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશે સંયુક્ત રીતે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મેન્સ ટેબલ ટેનિસમાં દિલ્હીને પ્રથમ સ્થાન મળ્યું. પશ્ચિમ બંગાળ બીજા ક્રમે અને મહારાષ્ટ્ર અને આસામ સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે.

    આવતીકાલે હોકી, સેઇલીંગ, ટેકવોન્ડો અને વોટર પોલોની સ્પર્ધાઓ પણ યોજાનાર છે. ગઈકાલે જ પંજાબના માર્શલ આર્ટ ગટકાનો પણ પ્રારંભ થયો હતો. ગેમ્સમાં બિલિયર્ડ્સ અને સ્નૂકર સ્પર્ધાઓ ગઈકાલે સમાપ્ત થઈ હતી. કર્ણાટકે પુરુષોની 100 યુપી બિલિયર્ડ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને મધ્યપ્રદેશે મહિલાઓની 15 રેડ સ્નૂકરમાં ગોલ્ડ મેડલ જીત્યો.

    મહારાષ્ટ્ર 52 ગોલ્ડ સહિત 123 મેડલ સાથે ટોચ પર છે, જ્યારે સર્વિસિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ 19 ગોલ્ડ સહિત 36 મેડલ સાથે બીજા સ્થાને છે અને હરિયાણા 18 ગોલ્ડ સહિત 51 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply