જુડો ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી સુશિલા દેવીએ મેળવ્યો ગોલ્ડ
Live TV
-
નેપાળમાં રમાઈ રહી છે આઠમી દક્ષિણ એશિયાઇ જુડો ચેમ્પિયનશીપ
નેપાળમાં આઠમી દક્ષિણ એશિયાઇ જુડો ચેમ્પિયનશીપમાં ભારત માટે પહેલો દીવસ ખૂબ જ સારો રહ્યો. પહેલા દિવસે ભારતીય મહિલા ખેલાડીઓએ 4 સુવર્ણ પદક જીત્યાહતા. સુશિલા દેવીએ મહિલાઓની 48 કિલોગ્રામ કેટેગરીમાં જીત પ્રાપ્ત કરીને દેશને સુવર્ણ પદક અપાવ્યો. તો કલ્પના દેવી એ મહિલા વર્ગમાં 52 કિલોગ્રામથી ઓછી કેટેગરીમાં સુવર્ણ જીત્યો તેમણે ફાઇનલમાં પાકિસ્તાનની મરિયમને માત આપી. અનિતા ચાનૂએ મહિલા વર્ગમા 57 કિલોગ્રામ કેટેગરમાં સુવર્ણ પદક જીત્યો. તો બાલા દેવીએ 63 કિલોગ્રામ કેટેગરીમાં જીત મેળવીને ગોલ્ડ મેળવ્યો. નેપાળમાં ચાલી રહેલી જુડો ચેમ્પયનશિપમાં આ વર્ષે ભારત સહિત નેપાળ, ભૂટાન,પાકિસ્તાન,અને શ્રીલંકાએ ભાગ લીધો છે, આ ચોથી ચેમ્પિયશીપ છે જે નેપાળમાં યોજાઇ છે
