સુરેન્દ્રનગરના દિવ્યાંગે રાષ્ટ્રકક્ષાએ લાંબી કુદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
Live TV
-
હરીયાણામાં યોજાયેલ પંચકુલા પેરાલિમ્પક નેશનલ કક્ષાની રમત-ગમત સ્પર્ધામાં યોજાઇ હતી.
અડગ મનના માનવીને હિમાલય નડતો નથી તે યુક્તિને સાર્થક સાયલાના શ્રમજીવી પરિવારની દિવ્યાંગ દિકરીએ કરી છે. હરીયાણામાં યોજાયેલ પંચકુલા પેરાલિમ્પક નેશનલ કક્ષાની રમત-ગમત સ્પર્ધામાં લાંબીકુદમાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ મેળવી ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. સાયલાની ખાટડીયા વિસ્તારની એક ઓરડીમાં રહેતા દલવાડી ભોપાભાઇ મોહનભાઇ હડીયલ ડમ્પર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સૌથી નાની દિકરીના પગની મુશ્કેલી વારંવાર ઓપરેશનના લીધે પરિવારજનો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ પિતાની સૌથી નાની દિકરી કૈલાસ ભણવામાં હોશીયાર અને કલા કૌશલ્યમાં નાનપણથી અવ્વલ નંબરે આવતા સાયલાના આર્શિવાદ વિકલાંગ કેન્દ્ર દ્વારા તેને પ્રોત્સાહન અપાયુ હતુ. જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી હરીયાણાના પંચકુલા પેરાલિમ્પક નેશનલકક્ષાની રમત-ગમત સ્પર્ધામાં લાંબીકુદમાં પ્રથમ નંબર મેળવીને બ્રોન્ઝનો એવોર્ડ મેળવ્યો હતો.
જેમાં સરકાર દ્વારા રૂ. ૨.૫ લાખનો રોકડ પુરુસ્કાર પણ અપાયો છે. આવનાર દિવસોમાં કૈલાસબેનના લગ્ન લેવાયા છે. દિવ્યાંગ કૈલાસબેન પોતાના પગ ઉપર મેળવેલી રકમથી લગ્ન કરશે અને પોતાના પરિવારને આર્થિક સહયોગ આપી સમાજ અને દિવ્યાંગ માટે ઉદાહરણરૂપ બનશે.
