ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તત્કાલ પ્રભાવથી આઈસીસીએ કર્યું સસ્પેન્ડ
Live TV
-
આ સાથે હવે આઈસીસીનું ફંડ ઝિમ્બાબ્વે ક્રિકેટને મળશે નહીં.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ઝિમ્બાબ્વે ક્રિકેટને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધું છે. આઈસીસીની વાર્ષિક બેઠકમાં ઝિમ્બાબ્વે ક્રિકેટ પર સર્વસંમતિની સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં ઝિમ્બાબ્વે નિષ્ફળ રહ્યું છે.
આઈસીસીએ પોતાના નિદેવનમાં કહ્યું કે, ઝિમ્બાબ્વે ક્રિકેટ લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. આ સિવાય ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ સરકારી દખલને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યું છે. જેના કારણે ઝિમ્બાબ્વે ક્રિકેટ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે હવે આઈસીસીનું ફંડ ઝિમ્બાબ્વે ક્રિકેટને મળશે નહીં. તો દેશની પ્રતિનિધિત્વ કરતી ટીમો આઈસીસી ઈવેન્ટ્સમાં ભાગ લઈ શકશે નહીં.
