ટેનિસઃ એટીપી કપની શુક્રવારથી શરૂઆત, 24 દેશોની ટીમ ટકરાશે
Live TV
-
નવા વર્ષમાં ટેનિસના નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. વિશ્વભરના 24 દેશોની ટીમ એટીપી કપ માટે શુક્રવારથી સામસામે રમશે.
ઓસ્ટ્રેલિયામાં થનાર પ્રતિયોગિતામાં વિશ્વ ખિલાડી રોજર ફેડરર સામેલ નહીં થાય. રોજર ફેડરરે પારિવારિક કારણોસર ભાગ લેવાની ના પાડી દીધી છે.
2020ના ટેનિસની શરૂઆત એટીપી કપથી થશે. 24 દેશોને 6 ગ્રુપમાં સામેલ કરવામાં આવશે. ડેવિસ કપ ચેમ્પિયન સ્પેનની ટીમ સૌથી મજબૂત માનવામાં આવી રહી છે. દરેક ટીમ ત્રણ રાઉન્ડમાં રમશે. બે સિંગલ્સ અને એક ડબલની મેચ રમાશે. 12મી જાન્યુઆરીએ ફાઈનલ મેચ રમાશે. ટૂર્નામેન્ટની પ્રાઈઝ 11.6 મિલિયન પાઉન્ડ છે.
