Skip to main content
Settings Settings for Dark

દ.આફ્રિકાને હરાવી ભારતે સતત 8મી જીત મેળવી, વિરાટ કોહલીનું શાનદાર શતક

Live TV

X
  • ગઈકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાયેલી મેચમાં ભારતીય ટીમે પોતાની જીતનો સીલસીલો યથાવત્ રાખતા સતત આઠમી જીત મેળવી હતી

    ગઈકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાયેલી મેચમાં ભારતીય ટીમે પોતાની જીતનો સીલસીલો યથાવત્ રાખતા સતત આઠમી જીત મેળવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 326 રનનો સ્કોર બનાવ્યો હતો. જેની સામે આફ્રિકન ટીમ 83 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. પોતાના જન્મદિવસે જ કોહલીએ 49મી સદી મારી સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી. તો બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર 5 વિકેટ ખેરવી હતી. ભારત આ જીત સાથે જ પોઈન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

    ICC ક્રિકેટ વિશ્વકપમાં આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો યોજાશે. દિલ્લીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ મહત્વપૂર્ણ છે. બાંગ્લાદેશ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે પરંતુ શ્રીલંકાની ટીમ હજુ પણ ટોપ-4ની રેસમાં બનેલું છે. શ્રીલંકાએ આજની મેચ જીતવી ખુબ જ જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply