Skip to main content
Settings Settings for Dark

ભારતની આર. વૈશાલીએ યુનાઇટેડ કિંગડમમાં રમાયેલી FIDE મહિલા ગ્રાન્ડ સ્વિસ ચેસ સ્પર્ધા જીતી લીધી

Live TV

X
  • યુનાઇટેડ કિંગડમમાં રમાયેલી FIDE મહિલા ગ્રાન્ડ સ્વિસ 2023 ચેસ સ્પર્ધા ભારતની આર વૈશાલીએ જીતી લીધી છે. ચેસના છેલ્લા રાઉન્ડની રમત મંગોલિયાના બટખુયાગ મુંગુન્ટુલ સાથે ડ્રો થઈ હતી, વૈશાલી ગ્રાન્ડ સ્વિસ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. વિદિત ગુજરાતીએ સર્બિયાના એલેક્ઝાન્ડર પ્રેડકેને હરાવી સ્પર્ધામાં સાતમી જીત નોંધાવી અને ઓપન વિભાગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

    બંને ખેલાડીઓ કેનેડામાં આવતા વર્ષે એપ્રિલમાં રમાનારી પ્રતિષ્ઠિત કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ માટે પણ ક્વોલિફાય થયા હતા. વૈશાલી અને વિદિત બંનેના સ્પર્ધામાં અંતિમ  સરખા 8.5 પોઈન્ટ થયા હતા. વૈશાલી 20 લાખ રૂપિયા અને  વિદિત 66 લાખ રૂપિયાના ઇનામના હકદાર થયા હતા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply