શ્રીલંકાનો એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં "ટાઇમ આઉટ" થનાર પ્રથમ ખેલાડી બન્યો
Live TV
-
6 નવેમ્બર શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસ સોમવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ 2023 મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઇમઆઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો
વાસ્તવમાં જ્યારે મેથ્યુઝ બેટિંગ કરવા આવ્યો ત્યારે તેના હેલ્મેટનો પટ્ટો તૂટી ગયો હતો. જ્યારે તે બીજા હેલ્મેટની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે શાકિબે અપીલ કરી અને મેથ્યુસને આઉટ આપવામાં આવ્યો. જો કે મેથ્યુઝે શાકિબ અને અમ્પાયર સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જ્યારે શાકિબે નિર્ણયને યથાવત રાખવાની અપીલ કરી હતી ત્યારે અમ્પાયરે પોતાનો નિર્ણય યથાવત રાખવો પડ્યો હતો
નિયમો અનુસાર, વિકેટ પડી ગયા પછી આગામી આવનાર બેટ્સમેને 3 મિનિટની અંદર ક્રિઝ પર આવવું જોઈએ અને જો આવું ન થાય તો "ટાઈમ આઉટ" હેઠળ બેટ્સમેનને આઉટ આપવામાં આવશે
જો કે, ODI વર્લ્ડ કપ 2023 ની પ્લેઈંગ કન્ડીશન મુજબ બે મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વિકેટ પડી ગયા પછી અન્ય બેટ્સમેને 2 મિનિટની અંદર ક્રિઝ પર આગામી બોલનો સામનો કરવા માટે તૈયાર હોવું જોઈએ.
