પંકજ અડવાણી ભારતને વધુ એક ગૌરવ અપાવ્યું
Live TV
-
આઈબીએસએફ વલ્ડ બિલિયડર્સ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો
ભારતના દિગ્ગજ બિલિયડર્સ ખેલાડી પંકજ અડવાણી ભારતને વધુ એક ગૌરવ અપાવ્યું છે. મ્યાનમાર ખાતે રમાતી આઈબીએસએફ વલ્ડ બિલિયડર્સ ચેમ્પિયનશીપની ફાયનલમાં મ્યાનમારના ખેલાડી થ્વોયો હરકરને હરાવી 22મી વખત વિશ્વ વિજેતાનુ ખિતાબ પોતાના નામે કર્યુ છે. આજે રમાયેલી ફાયનલમાં પંકજે થ્વોયોને 6 - 2 થી માત આપી ખિતાબ પોતાના નામે કર્યોં હતો. ઉલ્લેખનીય છે કે, વિશ્વ સ્તરની બિલીયડર્સ સ્પર્ધામાં પંકજની આ સતત ચોથી જીત છે.
