પાકિસ્તાન સામે ભવ્ય જીત બાદ ભારતીય ટીમ 19 ઓક્ટોબરે પુણેમાં બાગ્લાદેશની ટીમ સામે ટકરાશે
Live TV
-
પુણેમાં ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાનો વિજય રથ યથાવત રાખવાના ઈરાદે બાંગ્લાદેશ સામે મેદાને ઉતરશે.
14 ઓક્ટોબર રવિવારના દિવસે એક તરફી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતુ. આ જીત સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ કપ ટુર્નામેન્ટના પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પાકિસ્તાનની શરુઆતની બેટીંગ આક્રમક રહી હતી. પરંતુ એક બાદ એક વિકેટ પડતા પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો જારી રાખ્યો છે. આ તેની આઠમી જીત છે.
પાકિસ્તાન સામેની ભવ્ય જીત બાદ હવે ભારતીય ટીમની આગામી મેચ બાગ્લાદેશ સામે 19 તારીખે રમશે. 19 ઓક્ટોબરના ગુરૂવારના દિવસે પુણેમાં ભારત અને બાગ્લાદેશ વચ્ચે મેચ યોજાવાની છે. ભારત પોતાની વિજય કુચ યથાવત રાખવાના ઈરાદે મેદાન પર ઉતરશે. ભારતીય ટીમ હાલ ફોર્મમાં છે. ભારતીય બેટ્સમેન હોય કે બોલર્સ બન્ને વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જેને લઈ વર્લ્ડ કપની શરૂઆતથી ભારતીય ટીમ ખીતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ત્યારે બાગ્લાદેશ સામે આગામી મેચમાં પણ ભારત ફેવરીટ માનવામાં આવી રહ્યુ છે.
