Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું કર્યું આયોજન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું ઉદ્ઘાટન કર્યું. ભારત લગભગ 40 વર્ષના ગાળા પછી બીજી વખત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું આયોજન કરી રહ્યું છે. ઓલિમ્પિક ગેમ્સના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો IOC સત્રોમાં લેવામાં આવે છે. આ સત્રમાં ભારત પ્રયાસ કરશે કે તે ઓલિમ્પિક જેવી મોટી ઈવેન્ટની યજમાની કરવા માટે તૈયાર છે. 

    આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું 2023 સત્રનું મુંબઈમાં યોજાઇ રહ્યું છે. શીતકાલીન ઓલિમ્પિક દરમિયાન યોજાયેલી બેઠકમાં ભારતે આ સત્ર યોજવાનો અધિકાર જીત્યો હતો. ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા અભિનય બિન્દ્રા, સમિતિનાં સભ્ય નીતા અંબાણી, ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરીન્દર બત્રા અને રમતગમતમંત્રી અનુરાગ ઠાકુરે આ વર્ષના સત્રમાં ગઈકાલે આ દરખાસ્ત મૂકી હતી. આ પ્રસ્તાવની તરફેણમાં 75 દેશોએ મત આપ્યો હતો. જ્યારે એક મત વિરોધમાં પડ્યો હતો. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર મુંબઈમાં યોજવાની દરખાસ્ત મંજુર થવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કર્યો છે. આ અગાઉ 39 વર્ષ પહેલાં 1983માં ભારતમાં આ સત્ર યોજવામાં આવ્યું હતું.

    આ સત્રમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાક અને અન્ય સભ્યો, અગ્રણી ભારતીય ખેલાડીઓ ઉપરાંત ભારતીય ઓલિમ્પિક સંગઠન સહિતની વિવિધ રમત સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજરી આપી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply