ફાઈનલ મેચ રમવા ટીમ ઈન્ડિયા પહોંચી અમદાવાદ, કાલે બપોરે ટીમ ઇન્ડિયાનું પ્રેકટીસ સેશન
Live TV
-
19 નવેમ્બર, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. ગઈકાલે ન્યુઝીલેન્ડને પછાડીને ભારતીય ટીમે ફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ કરી લીધો છે ત્યારે ટીમ ઇન્ડિયા વિશ્વકપ વિજેતા બનાવાના નિર્ધાર સાથે અમદાવાદ આવી પહોંચી છે. આવતીકાલે બપોરે 2 વાગ્યે ટીમ ઇન્ડિયાનું પ્રેકટીસ સેશન છે. વિશ્વ વિજેતા બનવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચીને ટીમ ઇન્ડિયા પરસેવો પાડશે
ભારતીય ટીમ બોડકદેવમાં આવેલી ITC નર્મદામાં રોકાણ કરવાની છે. ખેલાડીઓની સુરક્ષાને લઈ ITC નર્મદા ખાતે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો અમદાવાદ મહાનગરપાલિકાએ પણ મેચને લઈ વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે
ફાઈનલ મેચને અમદાવાદ શહેર પોલીસ સુરક્ષાને લઈ સજ્જ થઈ ગઈ છે. શહેરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. ટીમ ઇન્ડિયાના આગમન અગાઉ પોલીસની તૈયારીઓનો એક વિડિયો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યો હતો. બીજીતરફ હોટલના રૂમના ભાડા અને ફ્લાઇટના ભાડા પણ આસમાને પહોંચી ગયા છે.. દેશવિદેશના ક્રિકેટ ફેન્સ આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આ માહોલ અનેરો બની રહેશે.
