ફિટ ઈન્ડિયા ક્વિઝની બીજી આવૃત્તિ શનિવારથી Disney Hotstar OTT પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ થશે
Live TV
-
ફિટ ઈન્ડિયા ક્વિઝની બીજી આવૃત્તિનો રાષ્ટ્રીય રાઉન્ડ શનિવારથી ડિઝની હોટસ્ટાર ઓટીટી પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ થશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે જણાવ્યું કે, દર શનિવાર અને રવિવારે સવારે 8 વાગ્યે કુલ 13 એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. રાજ્ય રાઉન્ડમાં, કુલ 72 વિદ્યાર્થીઓએ તેમના સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ટોચનું સ્થાન મેળવ્યું છે. વિજેતા 36 શાળાઓમાંથી પ્રત્યેકને 2.5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. ફીટ ઈન્ડિયા ક્વિઝની બીજી આવૃત્તિનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સહયોગથી મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ક્વિઝ ગયા વર્ષે 29 ઓગસ્ટે શરૂ કરવામાં આવી હતી. ક્વિઝમાં ભારતના સમૃદ્ધ રમતગમતના ઇતિહાસ, ફિટનેસ અને પોષણ સાથે સંબંધિત વિષયોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી છે.
