બાંગ્લાદેશ-ભારત વચ્ચે રમાનારી મેચ રદ્દ નહીં થાય
Live TV
-
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે દિલ્હીમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાનારી ટી -ટ્વેન્ટિ મેચ અંતિમ સમયે રદ કરી શકાય તેમ નથી.
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે દિલ્હીમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાનારી ટી -ટ્વેન્ટિ મેચ અંતિમ સમયે રદ કરી શકાય તેમ નથી. દિલ્હીમાં પ્રદુષણ અને હવાની ગુણવત્તા ચિંતાનો વિષય બની ચુકી છે. જોકે સૌરવ ગાંગુલીએ સંકેત આપ્યા છે કે ભવિષ્યમાં ઉત્તર ભારતમાં મેચ કાર્યક્રમ નક્કી કરતી વખતે વધુ કાળજી લેવામાં આવશે. હરિયાણા અને પંજાબમાં દર વર્ષે પરાળી બાળવાથી, દિવાળીમાં ફટાકડા ફોડવાથી આ સમયગાળા દરમિયાન વાયુ પ્રદુષણ વધી જતું હોય છે.
