બીજી ટી-20માં ભારતનો વિન્ડિઝ સામે 22 રનથી વિજય
Live TV
-
ભારતના 5 વિકેટે 167 રન, વિન્ડિઝ 15.3 ઓવરમાં 98/4
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાયેલી બીજા ટી-20 મુકાબલાને ભારતે 22 રનથી જીતી લીધો છે. ખરાબ વાતાવરણના લીધે મેચને વચ્ચે જ સ્થગિત કરવી પડી અને મેચનો નિર્ણય ડક વર્થ લુઇસના નિયમ મુજબ કરવો પડ્યો હતો. આ મેચમાં જીતની સાથે જ ભારતે ટી-20 મેચોની સીરીઝ પર પોતાનું પ્રભુત્વ જમાવી લીધું છે. ભારતે 168 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. આના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 15 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 58 રન બનાવ્યા હતા. અને પછી વરસાદ શરૂ થતાં મેચને સ્થગિત કરવી પડી. આ પહેલા ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત સારી રહી હતી. પહેલી વિકેટ 67 રન પર પડી હતી. શિખર ધવને 23 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ત્રણ છગ્ગા લગાવ્યા અને હવે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચોમાં રોહિત શર્માના નામ પર સૌથી વધારે સીક્સ નોંધાઈ છે. તેઓ અત્યાર સુધી 106 સિક્સ લગાવી ચૂક્યા છે. આ પૂર્વે આ રેકોર્ડ ક્રિસગેલના નામે હતો તેઓએ 105 સિક્સ લગાવી હતી. વિરાટ કોહલીએ 28 રન, ઋષભ પંથે ચાર રન, મનિષ પાંડેએ છ રન બનાવ્યા
