બીજી ટી-20માં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું
Live TV
-
બીજા ટી-20માં ભારતે ન્યૂઝીલેન્ડની ટીમને 7 વિકેટથી હરાવી છે. ન્યૂઝીલેન્ડ દ્વારા 133 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
જેના સામે ભારતીય ટીમે માત્ર 17.3 ઑવરમાં 3 વિકેટ ગુમાવી 135 રન કર્યા હતા. આ જીતની સાથે ભારતે 5 મેચોની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
જો કે ભારતની શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્માએ 8 રન બનાવીને આઉટ થયો હતો, તો કોહલી 11 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે ભાગીદારી કરી ઝડપથી 44 રન બનાવી લીધા હતા. રાહુલે નોટ આઉટ 57 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ સિક્સર મારી ટીમને જીત અપાવી હતી.
