બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુને પ્રધાનમંત્રી મોદીએ પાઠવી શુભેચ્છા
Live TV
-
બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન પી.વી.સિંધુ સ્વીત્ઝરલેન્ડમાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીત્યા બાદ સ્વદેશ પરત ફરી છે. સોમવારે રાત્રે સ્વદેશ પરત ફરતા સિંધુનું દિલ્હી એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેના સ્વાગતમાં મોટી સંખ્યામાં રમતપ્રેમી, પત્રકારો અને બેડમિન્ટન સંઘના સભ્યો એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
પી.વી. સિંધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે રમતગમત મંત્રી કિરણ રિજિજૂ અને સિંધુના કોચ ગોપીચંદ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ પી.વી. સિંધુને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પણ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, પી.વી. સિંધુએ રવિવારે સ્વિત્ઝરલેન્ડની BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019ની ફાઈનલમાં નોજોમી ઓકુહારાને હરાવી ઈતિહાસ રચ્યો હતો. તે બેડમિન્ટનમાં વિશ્વ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આ અગાઉ તેણીએ આ સ્પર્ધામાં બે વાર રજત અને બે વાર કાંસ્ય પદક જીત્યા હતા.
