વર્લ્ડ ચેમ્પિયનશીપ જીત્યા બાદ સ્વદેશ પરત ફરી પી વી સિંધુ
Live TV
-
દિલ્હી એરપોર્ટ પર સિંધુનું ભવ્ય સ્વાગત કરાયું
પી.વી.સિંધુ સ્વીત્ઝરલેન્ડમાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીત્યા બાદ સ્વદેશ પરત ફરી છે. સોમવારે રાત્રે સ્વદેશ પરત ફરતા સિંધુનું દિલ્હી એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેના સ્વાગતમાં મોટી સંખ્યામાં રમતપ્રેમી, પત્રકારો અને બેડમિન્ટન સંઘના સભ્યો એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનિય છે કે, પી.વી.સિંધુએ રવિવારે સ્વિત્ઝરલેન્ડની BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019ની ફાઈનલમાં નોજોમી ઉપુહારાને હરાવી ઈતિહાસ રચ્યો હતો, તે બેડમિન્ટનમાં વિશ્વ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આ અગાઉ તેણીએ આ સ્પર્ધામાં બે વાર રજત અને બે વાર કાંસ્ય પદક જીત્યા હતા.
