બુમરાહની ધારદાર બોલિંગ, વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની મોટી જીત
Live TV
-
બુમરાહે 8 ઓવરમાં 4 ઓવર મેડન આપી હતી અને માત્ર સાત રન આપીને જ પાંચ વિકેટ ઝડપી હતી
ભારતે વિન્ડીઝ સામેની ટેસ્ટ ચેમ્પિયનશીપની શરુઆત જોરદાર જીત સાથે કરી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 318 રનના માતબર અંતરથી જીત મેળવી છે. આ સાથે જ વિદેશી ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત છે. અજિંક્ય રહાણેની ધમાકેદાર સદી પછી આ જીતનો હીરો જસપ્રીત બુમરાહ રહ્યો હતો. બુમરાહે 8 ઓવરમાં 4 ઓવર મેડન આપી હતી અને માત્ર સાત રન આપીને જ પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતે શાનદાર બેટિંગ પ્રદર્શન કરતાં જીત માટે વેસ્ટ ઈન્ડીઝને 419 રનનું લક્ષ્ય આપ્યું હતું. જોકે, વિન્ડીઝનું બેટિંગ પ્રદર્શન સાવ કંગાળ રહ્યું હતું અને પચાસ રનમાં જ નવ વિકેટ ગુમાવી હતી.
આ પહેલા ભારતે પોતાની બીજી ઈનિંગમાં સાત વિકેટ ગુમાવીને 343 રન બનાવ્યાં હતાં. આ પછી ભારતીય ઈનિંગ સમાપ્તિની ઘોષણા કરી હતી. બીજી ઈનિંગમાં અજિંક્ય રહાણે અને હનુમા વિહારી વચ્ચે પાંચમી વિકેટ માટે 193 રનની પાર્ટનરશીપ થઈ હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. બુમરાહનું સૌથી શાનદાર પ્રદર્શન રહ્યું હતું. ઈશાંત શર્મા અને શમીએ પણ બુમરાહનો સારો સાથ આપ્યો હતો.
