ખરાબ શરૂઆત બાદ ભારતે મેચમાં કરી વાપસી
Live TV
-
પ્રથમ દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 203 રન છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મોચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ એન્ટીગાના નોર્થ સાઉન્ડ ગ્રાઉન્ડ પર શરૂ થઈ ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 6 વિકેટે 203 રન બનાવી લીધા છે. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 25 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ કેમાર રોચનો શિકાર બન્યો હતો. ત્યારબાદ પૂજારા બે રન અને વિરાટ કોહલી 9 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ રહાણે અને રાહુલે ઈનિંગ સંભાળી હતી. રાહુલપ 44 રન બનાવી આઉટ થયો હતો. રહાણે 81 અને વિહારી 32 રન બનાવી આઉટ થયા હતા. દિવસના અંતે રિષભ પંત અને જાડેજા ક્રિઝ પર હતા.
