ભારતના 18 વર્ષીય ધ્રુવ શાહે જાપાનના ટોકિયોમાં યોજાયેલી 53મી આંતરરાષ્ટ્રીય ફિઝીક્સ ઓલમ્પિયાડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો
Live TV
-
ભારતના 18 વર્ષીય ધ્રુવ શાહે જાપાનના ટોકિયોમાં યોજાયેલી 53મી આંતરરાષ્ટ્રીય ફિઝીક્સ ઓલમ્પિયાડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે.
10થી 17મી જુલાઈ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ધ્રુવ શાહ સહિત ભારતના પાંચ વિદ્યાર્થીઓની ટીમે ભાગ લીધો હતો અને બધા જ સ્પર્ધકોએ ચંદ્રકો જીત્યા હતા.
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 82 દેશોના 387 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભારતે આ સ્પર્ધામાં 3 સુવર્ણ ચંદ્રક અને બે રજત ચંદ્રક સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું.
