ભારતીય ખેલાડીઓનું એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન, વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો
Live TV
-
ભારતીય ખેલાડીઓ અત્યાર સુધીમાં 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 61 મેડલ જીત્યા
ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે વધુ એક બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ સર્જયો છે. અર્જુન અને સુનીલની જોડીએ 1,000 મીટર કેનોઇંગ ડબલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે એશિયન ગેમ્સના ઈતિહાસમાં કેનોઈંગ ઈવેન્ટમાં ભારતનો આ બીજો મેડલ છે. આ રમતમાં ક્રિકેટની ક્વાર્ટર ફાઈનલ મેચ પણ આજથી શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમ પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં નેપાળ સામે ટકરાશે. આજે ભારતીય ખેલાડીઓ બોક્સિંગ, સ્ક્વોશ, બેટ મિન્ટન અને અન્ય રમતોમાં જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 61 મેડલ જીતવામાં સફળ રહ્યા છે.
