ચીનના હાંગઝોઉ ખાતે રમાઈ રહેલ એશિયન રમતોત્સવ 2023માં ભારત ચોથા સ્થાને
Live TV
-
ચીનના હાંગઝોઉ ખાતે રમાઈ રહેલ એશિયન રમતોત્સવ 2023 માં ભારત 13 સુવર્ણ, 21 રજત અને 22 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 56 ચંદ્રક જીતીને ચોથા સ્થાને છે. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓ અહિકા મુખર્જી અને સુતીર્થ મુખર્જીએ મહિલા ડબલ્સ સ્પર્ધામાં ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સાથે મહિલાઓની સ્પીડ સ્કેટિંગ 3 હજાર મીટર રીલેમાં નોંધપાત્ર પ્રદર્શન કરીને વધુ બે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યા છે. ભારત તરફથી મહીલાઓની સ્પીડ સ્કેટિંગ રીલેની ટીમમાં કાર્તિકા જગદીશ્વરન, હીરલ સાધુ અને આર્થયા કસ્તુરી રાજે માત્ર 4 મીનીટ અને 34 સેકન્ડમાં રીલેને પુર્ણ કરીને ભારતને બ્રોન્ઝ અપાવ્યો છે. કબડ્ડી સ્પર્ધામાં ભારત આજે પ્રથમ જૂથ રમતમાં ચાઈનીઝ તાઈપેઈ સામેની મહિલા ટીમ સાથે રમશે. ઉંચી કૂદનો રાષ્ટ્રીય રેકોર્ડ ધારાવનાર ભારતીય ખેલાડી તેજસ્વિન શંકરે 100 મીટર સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવ્યું છે. દોડ સ્પર્ધામાં અમ્લાન બોર્ગોહેન, પુરુષોની 200 મીટરમાં અને ભારતીય મિશ્રિત ટીમ આજે ગૌરવ માટે દોડશે. ભારતીય પુરૂષ હોકી ટીમ આજે પૂલ Aની અંતિમ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.તીરંદાજી, બ્રિજ, ચેસ, ડાઇવિંગ, કુરાશ, રોલર સ્કેટિંગ, સેપાક્ટાક્રો અને સ્ક્વોશમાં પણ ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. સ્કેટિંગમાં, ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ આજે સવારે બે કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા.
