એશિયન ગેમ્સમાં ભારતે એક જ દિવસમાં 3 ગોલ્ડ સાથે કુલ 15 મેડલ જીત્યા
Live TV
-
એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ખેલાડીઓએ ગઈકાલે વિવિધ રમતોમાં એક જ દિવસમાં 15 મેડલ જેમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગોલ્ફ, શૂટિંગ, બેડમિન્ટન અને એથ્લેટિક્સમાં ભારતે આ મેડલ જીત્યા હતા.
એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ખેલાડીઓએ ગઈકાલે વિવિધ રમતોમાં એક જ દિવસમાં 15 મેડલ જેમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગોલ્ફ, શૂટિંગ, બેડમિન્ટન અને એથ્લેટિક્સમાં ભારતે આ મેડલ જીત્યા હતા.
ચીનમાં રમાઈ રહેલ 19 મી એશિયન ગેમ્સમાં રવિવારનો દિવસ ભારત માટે સ્વર્ણિમ રવિવાર બન્યો છે. ભારતના અવિનાશ સાબલેએ 3000 મીટર સ્ટીપલચેઝની રમતમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. અવિનાશ સ્ટીપલચેઝ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. તો શોટપૂટમાં તેજેન્દ્રપાલસિંહ તૂરે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉપરાંત સીમા પુનિયાએ મહિલાઓની ચક્રફેંકની રમતમાં બ્રોન્ઝ મેડલ અને હરમિલન બૈંસે મહિલાઓની 1500 મીટર દોડમાં રજત મેડલ જીત્યો.
આ પહેલાં અદિતિ અશોકે આજે ગોલ્ફમાં દિવસનો પહેલો મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ગોલ્ફમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની છે. તો શૂટિંગ 50 મિટરની પુરુષ ટ્રેપ ઈવેન્ટમાં પૃથ્વીરાજ ટોંડાઈમન, જુરાવર સિંહ અને ડારીયસ ચેનીની ત્રિપુટીએ ગોલ્ડ જીત્યો હતો. જ્યારે મહિલાઓની 50 મીટર ટ્રેપમાં મનીષા કીર, પ્રીતિ રજક અને રાજેશ્વરી કુમારીએ સિલ્વર મેડલ જીત્યો હતો. ઉપરાંત ક્યાનન ચેનીએ 50 મીટર પુરુષોની ટ્રૈપ ઈવેન્ટમાં કાંસ્ય પદક મેળવ્યો છે. તો સીમા પુનિયાએ ચક્ર ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો છે.
આમ એક જ દિવસમાં ભારતીય ખેલાડીઓએ 15 મેડલ જીત્યા હતા. આ સાથે કુલ 13 ગોલ્ડ, 31 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 53 મેડલ સાથે ભારત ચોથા ક્રમે પહોંચી ગયું છે.
