Skip to main content
Settings Settings for Dark

ચીનમાં યોજાઇ રહેલા એશિયન ગેમ્સમાં કુલ 41 ચંદ્રક જીતી ભારત ચોથા સ્થાને પહોંચ્યું.

Live TV

X
  • ભારતે એશિયન ગેમ્સમાં 11 સુવર્ણ, 16 રજત અને 14 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 41 ચંદ્રકો મેળવી મેડલ યાદી પર ચોથા સ્થાને પહોંચી ગયું છે. હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના 8મા દિવસે, મેન્સ ટ્રેપ ટીમ શૂટિંગ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.  કિનાન ડેરિયસ ચેનાઈ, ઝોરાવર સિંહ સંધુ અને પૃથ્વીરાજ ટોન્ડાઈમનની બનેલી ભારતીય ટુકડીએ ભારતને 361 પોઈન્ટ મેળવવામાં મદદ કરી હતી . મહિલા ટ્રેપ ટીમ ઈવેન્ટમાં પણ ભારતને રજત ચંદ્રક  મળ્યો છે. ટીમમાં મનીષા કીર, પ્રીતિ રજક અને રાજેશ્વરી કુમારીનો સમાવેશ થતો હતો. જેમથી  મનીષા કિરે  વ્યક્તિગત મહિલા ટ્રેપ ઈવેન્ટની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ઉપરાંત મહિલા વ્યક્તિગત ગોલ્ફ ઈવેન્ટમાં અદિતિ અશોકે સિલ્વર મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ આજે ફાઇનલમાં ચીન સામે ટકરાશે. અને  ભારતીય મહિલા હોકી ટીમ ખંડીય શોડાઉનની તેમની બીજી મેચમાં આજે દક્ષિણ કોરિયા સામે ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply