ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદે ચેસ વર્લ્ડ કપ 2023માં સર્જ્યો રેકોર્ડ, 18 વર્ષની ઉંમરે પ્રજ્ઞાનનંદે મેળવી છે મોટી સિદ્ધિ
Live TV
-
પ્રજ્ઞાનંદે ચેસ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આર. પ્રજ્ઞાનંદ બીજા ભાતીય બન્યા છે જેમણે આ સિદ્ધિ તેના નામે કરી છે.
ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે ચેસ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આવું કરનાર તે બીજા ભારતીય બન્યા છે. ગુરુવારે ટાઈબ્રેકરમાં અર્જુન એરિગેસીને 5-4થી હરાવ્યો હતો. આ જીત સાથે તેણે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. પ્રજ્ઞાનંદ હવે સેમિફાઇનલમાં અમેરિકાના ફેબિયાનો કારુઆના સામે ટકરાશે. મહત્વનું છે કે, પ્રજ્ઞાનંદની ઉંમર માત્ર 18 વર્ષની છે. તેણે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ દરમિયાન તેનું પ્રથમ ગ્રાન્ડમાસ્ટર ટાઇટલ હાંસલ કર્યું હતું.
તેમની પહેલા વિશ્વનાથ આનંદ આ કારનામું પોતાના નામે કરી ચૂક્યા છે. ત્યાર બાદ આર. પ્રજ્ઞાનંદ બીજા ભાતીય બન્યા છે જેમણે આ સિદ્ધિ તેના નામે કરી છે.સેમિફાઈનલમાં તેમનો મુકાબલો અમેરિકાના ફેબિયાનો કારુઆના સામે થશે.
