Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 9મી જુલાઈથી શરૂ થશે

Live TV

X
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 9મી જુલાઈથી શરૂ થશે. તેમનો આ પ્રવાસ 22મી જુલાઈ સુધી ચાલશે.

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 9મી જુલાઈથી શરૂ થશે. તેમનો આ પ્રવાસ 22મી જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાશે. ત્યારબાદ ત્રણ વનડે સિરીઝનો મુકાબલો થશે. આ તમામ મેચો મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેમાં યુવા વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ અને અનુભવી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડની પસંદગી કરવામાં આવી નથી. જ્યારે આસામની યુવા વિકેટકીપર ઉમા છેત્રીને ભારતીય ટીમમાંથી પ્રથમ વખત સ્થાન આપવામાં આવ્યું છે. જો ટીમ પર નજર કરીએ તો હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર),  હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકિપર), અમનજોત કૌર, એસ મેઘના, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, મોનિકા પટેલ, રાશિ કન્નૌજિયા, અનુષા બરેડી, મિનુ મણીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply