ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી વનડેમાં બાંગ્લાદેશને 108 રનથી હરાવ્યું
Live TV
-
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઢાકામાં રમાયેલી બીજી વનડેમાં બાંગ્લાદેશને 108 રનથી હરાવ્યું. 229 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 36મી ઓવરમાં 120 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
જેમિમાહ રોડ્રિગ્ઝના 86 અને હરમનપ્રીત કૌરના 52 રનની મદદથી ભારતે નિર્ધારિત પચાસ ઓવરમાં આઠ વિકેટે 228 રન બનાવ્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ રોડ્રિગ્સે પણ માત્ર ત્રણ રન આપીને ચાર વિકેટ લીધી હતી. ત્રણ મેચની શ્રેણીમાં બંને ટીમો એક-એકથી બરોબર છે. ત્રીજી મેચ શનિવારે જ ઢાકામાં રમાશે.
